![]()
અમદાવાદ સમાચાર: અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ગુરુવારે (13 નવેમ્બર) એક દુર્ઘટના બની છે. સંત વિનોબાનગર નજીક સુખરામનગરમાં AMCના સ્લમ ક્વાર્ટર્સમાં બ્લોક નંબર 17માં ગેલેરીનો એક ભાગ ધરાશાયી થયો હતો. જેમાં નીચે ઉભેલા ત્રણ લોકો ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
ગેલેરીનો એક ભાગ ધરાશાયી થયો હતો અને ક્વાર્ટર્સમાં 10 થી 15 લોકો ફસાયા હતા. ફાયર વિભાગની ટીમ તેમને બચાવવા દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમે સીટીઓની મદદથી તમામને બચાવી લીધા હતા. જણાવી દઈએ કે, મહાનગરપાલિકા દ્વારા ક્વાર્ટર ખાલી કરવાની નોટિસ જારી કરવામાં આવી હોવા છતાં લોકો અહીં રહે છે.

