21
જામનગર સમાચાર: જામનગરમાં સંજરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્તમાન કોર્પોરેટર અને પૂર્વ વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફીના જન્મદિવસ નિમિત્તે ‘ગ્રુપ શાદી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યસભા સાંસદ ઈમરાન પ્રતાપગઢી હાજર રહ્યા હતા. આ દરમિયાન રાજ્યસભા સાંસદની એન્ટ્રી દરમિયાન બેકગ્રાઉન્ડમાં ઉશ્કેરણીજનક ગીત અને સંવાદને લઈને વિવાદ સર્જાયો હતો. આ અંગે સાંસદો અને સ્થાનિક કોર્પોરેટરો સામે પોલીસમાં ફરિયાદો નોંધાઈ છે.