અમદાવાદઃ વર્ષ 2008માં ભારતીય સંસ્કૃતિ અને વારસા પર સંશોધન માટે ‘અતુલ્ય વારસો’ની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાના સભ્યો કપિલભાઈ ઠાકર, રોનકભાઈ અને સૃષ્ટિબેન પંડ્યાએ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ)ની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને ઑડિયો-વિઝ્યુઅલ માધ્યમ દ્વારા ભારતના વિવિધ તહેવારો, ઐતિહાસિક સ્થળો અને કળા વિશે માહિતી પૂરી પાડી હતી.
આ સત્ર દરમિયાન તેમણે આપણા વારસાની જાળવણીના ત્રણ મુખ્ય ફાયદા – શૈક્ષણિક મૂલ્યો, સાંસ્કૃતિક ઓળખ અને સાતત્ય અને ત્રીજું આર્થિક લાભનો ઉલ્લેખ કર્યો. આ માહિતીપ્રદ સત્રમાં વિદ્યાર્થીઓએ તેમના શહેર કે ગામના ઐતિહાસિક સ્થળો વિશે પણ ચર્ચા કરી હતી. ‘અતુલ્ય વારસો’ સંસ્થાએ કોલેજને તેમના મેગેઝિનના વિશેષ અંકો ભેટમાં આપ્યા હતા અને સંસ્થા દ્વારા વિવિધ સ્થળોએ આયોજિત હેરિટેજ વોકમાં ભાગ લેવા વિદ્યાર્થીઓને આમંત્રણ પણ આપ્યું હતું. કોલેજમાં યોજાયેલા આ સત્રમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સંસ્થાના ડાયરેક્ટર ડો.શિરીષ કાશીકર, ડેપ્યુટી ડાયરેક્ટર ઇલાબેન ગોહિલ, પ્રોફેસરો કૌશલ ઉપાધ્યાય, નિલેશ શર્મા, ગરિમા ગુણાવત, વિદ્યાર્થીઓ અને સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
The post NIMCJના વિદ્યાર્થીઓ ભારતના અદ્ભુત વારસાથી વાકેફ appeared first on Revoi.in.