![]()
સુરત : સુરત મહાનગરપાલિકા સંચાલિત શહેર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટ અને વિવિધ સરકારી કાર્યક્રમો અને ઉજવણી, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સહિતના અનેક કાર્યક્રમો માટે પરિપત્રો જાહેર કરવામાં આવે છે. શિક્ષકો બિન-શૈક્ષણિક પ્રવૃતિઓમાં વ્યસ્ત હોય અભ્યાસક્રમ પૂરો થતો નથી તેથી હવે કોર્સ પૂરો કરવા માટે પણ પરિપત્ર બહાર પાડવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પદયાત્રામાં વિદ્યાર્થીઓ જોડાય તે માટે શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવા વધુ એક પરિપત્ર જાહેર કરાયો છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટ છે અને સત્ર શરૂ થયું ત્યારથી શિક્ષકો પર અન્ય પ્રવૃતિઓ ઠાલવી દેવામાં આવી છે. હાલમાં, શિક્ષકો સમિતિની શાળાઓમાં એક પછી એક વિવિધ પરિપત્રની ઉજવણી, દોડ, રેલી, યાદી સુધારણામાં એટલા મશગૂલ છે કે બાળકોને ભણવાનો સમય મળતો નથી. આવા રાષ્ટ્રીય કાર્યમાં જેમ કે મતદાર સુધારણા કાર્ય થઈ રહ્યું છે, શિક્ષકો મતદાર યાદી સુધારણામાં જોડાયેલા છે અને વર્ગખંડમાં શિક્ષકોની અછત છે. શિક્ષણ સિવાયની અન્ય પ્રવૃત્તિઓ માટે શિક્ષકોને જારી કરાયેલા અનેક પરિપત્રો પૈકી વધુ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ભારત સરકારે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉજવવાનું નક્કી કર્યું છે. 16 થી 25 નવેમ્બર સુધી દરેક વિધાનસભામાં યુનિટી રન યોજાશે.
પરિપત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજના યુનિટી રનમાં વિદ્યાર્થીઓ હાજર રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા, સરદાર સાહેબને પત્ર જેવી સ્પર્ધાઓ યોજવાની રહેશે. કાર્યક્રમ માટે બેનર-ચિત્ર સર્જનાત્મક આર્ટવર્ક બનાવવા માટે વિદ્યાર્થીઓને ફેબ્રિક આપવા સાથે વિવિધ રાષ્ટ્રીય સ્પર્ધાઓનું પણ આયોજન કરવું પડશે. જે વિસ્તારમાં વોકનું આયોજન થવાનું છે તે પહેલા એનએસએસની વાર્ષિક શિબિરનું આયોજન કરવા અને તારીખ નક્કી કરવા પણ કહેવામાં આવ્યું છે જેથી વિદ્યાર્થીઓ વોકની પૂર્વ તૈયારીમાં ભાગ લઈ શકે.
એક તરફ મ્યુનિસિપલ શાળાઓમાં શિક્ષકોની અછત છે અને ત્યાં રહેલા મોટાભાગના શિક્ષકો મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં વ્યસ્ત છે. આવા વધુ એક પરિપત્રના કારણે સમિતિના વિદ્યાર્થીઓ અને શિક્ષકો શિક્ષણથી દૂર જતા રહ્યા છે.
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.