7
સુરતમાં આપઘાતની ઘટના રાજ્યમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે અને વિવિધ કારણોસર જીવન ટૂંકાવી દેવાના કિસ્સાઓ સમયાંતરે પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે સુરતમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. શહેરના સચિન વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગના સાતમા માળેથી એક યુવકે પડીને જીવન ટૂંકાવી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શિવમ ત્રિપાઠી નામના યુવકે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષામાં નાપાસ થયા બાદ આત્મહત્યા કરી હતી. જો કે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.