22
સુરતમાં રાજ્ય કક્ષાના કબડ્ડી પ્લેયરનું મોત સુરતના પાલ વિસ્તારમાં રાજ્ય કક્ષાના કબડ્ડી ખેલાડીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. 25 વર્ષનો યુવક જીમમાંથી ઘરે પાછો આવ્યો અને સોફા પર બેસીને પડી ગયો. સાંજે જ્યારે પરિવારજનો ઘરે આવ્યા ત્યારે જોયું કે પુત્ર મૃત્યુ પામ્યો હતો. પુત્રના મોતથી પરિવારમાં શોક છવાઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી યુવકની લાશને પીએમ અર્થે મોકલી આપી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.