7
સુરતમાં સર્ચ ઓપરેશન: પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અને અસામાજિક પ્રવૃતિઓ-ગુનાહિતતાને ડામવા માટે સર્ચ ઓપરેશનના આદેશ આપ્યા છે. જેમાં એકલા ભેસ્તાન વિસ્તારમાં 100થી વધુ પોલીસકર્મીઓ દ્વારા સવારે 2 થી 5 વાગ્યા સુધી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં 50 હિસ્ટ્રીશીટર લોકોની યાદી સાથે 1600થી વધુ મકાનોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 4 નાઈટ વિઝન ડ્રોનની મદદથી પણ આ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.