7
ભેસ્તાન, સુરતમાં જ્વેલરી શોપ: સુરતના ભેસ્તાનમાં ત્રણ શખ્સોએ જ્વેલર્સની દુકાન લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. એકાએક લૂંટારુઓ દુકાનમાં ઘૂસી જતાં દુકાન માલિક અને કામદારે પ્રતિકાર કર્યો હતો. જેમાં લૂંટારુઓએ તિક્ષ્ણ હથિયાર વડે બંને જણાના ગળાના ભાગે ઘા ઝીંકી નાસી છૂટ્યા હતા. જેમાં એક વ્યક્તિનો લોકોએ પીછો કર્યો હતો. જ્યારે દુકાન માલિક અને કામદારને ગંભીર ઈજાઓ થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.