4
ગુજરાત વાવ પેટાચૂંટણીના પરિણામો 2024: આજે મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો અને ઝારખંડની 81 વિધાનસભા બેઠકોના પરિણામો જાહેર થઈ રહ્યા છે. ત્યારે દેશની વિવિધ બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીની મતગણતરી પણ હાથ ધરવામાં આવી છે. જેમાં બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકનો પણ સમાવેશ થાય છે. આ બેઠક પર 13મી નવેમ્બર 2024ના રોજ ચૂંટણી યોજાઈ હતી.જેમાં ત્રિપક્ષીય જંગ જોવા મળ્યો હતો. મુખ્ય લડાઈ ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષના માવજી પટેલ વચ્ચે છે.