વાલી-વારસ શોધવા પોલીસ તપાસ
ત્રણ-ચાર દિવસથી પાણીમાં પડેલા મૃતદેહને પીએમ અર્થે મોકલવામાં આવ્યો હતો
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તાર સહિતના તાલુકાઓમાં બિનવારસી હાલતમાં મૃતદેહ મળવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે રતનપર વિસ્તારમાંથી પસાર થતી ભોગાવો નદીના ગંદા પાણીમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. આ અંગેની જાણ જોરાવરનગર પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.