કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના નવા નિયમો: ગુજરાત સરકારનું સહકાર ખાતું સહકારી હાઉસિંગ સોસાયટીઓ અથવા સહકારી સેવા મંડળીઓ દ્વારા ફ્લેટ વેચવામાં આવે અને નવા સભ્યો આવે તો તેમના તરફથી ડેવલપમેન્ટ ચાર્જને રોકવાના આશયથી નવા નિયમો તૈયાર કરવામાં આવી રહ્યા છે. સહકારી વિભાગના જાણકાર સૂત્રો કહે છે કે નવા નિયમો થોડા અઠવાડિયામાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. હાલમાં ડેવલપમેન્ટ ફી રૂ. 1 લાખથી 10 લાખ કે તેથી વધુ વસૂલ કરવામાં આવે છે.
જો કે, જેઓ ફ્લેટ ખરીદીને જૂની સોસાયટીના નવા સભ્યો બને છે તેમની પાસેથી ટ્રાન્સફર ફી લેવામાં આવે છે.