જામનગર સમાચાર: દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જામનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા ટાપુ પર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આજે 26 જાન્યુઆરી 2025ના રોજ સવારે 8:45 કલાકે જામનગરના દરિયાઈ વન વિભાગના આર.એફ.ઓ. પી.બી.કરમુર, બેડી મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.એસ. પોપટે જામનગરમાં ટાપુ પર ધ્વજવંદનનો કાર્યક્રમ યોજ્યો હતો.
આ પણ વાંચોઃ વિડીયોઃ જામનગરના આકાશમાં એરફોર્સની સોલાર ટીમ, જોઈને અદભુત
દેશભરમાં અને ગુજરાતભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જામનગરના દરિયાકાંઠાના વિસ્તારના 4 ટાપુઓ પર ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામનગરના જીંદડા, ચકડી, સેજા, પિરોટન ટાપુ ખાતે વનતંત્ર અને પોલીસ સ્ટાફ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.