અમદાવાદ, શુક્રવાર
અમદાવાદમાં 500 થી વધુ હાઈપ્રોફાઈલ સ્પા છે. જેમાં પાંચ હજારથી વધુ ગુજરાત ઉપરાંત નોર્થ ઈસ્ટ અને વિદેશી યુવતીઓ આ કાળા ધંધા સાથે જોડાયેલી છે. જેમાં હાઈપ્રોફાઈલ સ્પામાં કામ કરતી છોકરીઓને કમિશન સિવાય માસિક 10 હજારથી 30 હજાર સુધીનો પગાર આપવામાં આવે છે. આ ઉપરાંત સ્પાના ધંધામાં સંચાલકો અનેકવિધ કમાણી કરવાની સાથે પોલીસ તંત્રને પણ બચાવે છે. ત્યારે સ્પા કલ્ચરનું પ્રમાણ વધતા સંચાલકોએ ખાસ ગ્રાહકોને આકર્ષી શકે તેવી યુવતીઓ માટે સારી આવક મળે તેવી વ્યવસ્થા કરી છે એટલું જ નહીં મસાજ ઉપરાંત વધારાની સેવાઓ પણ આપીને સ્પા સંચાલકોને સારી એવી આવક પણ આપી છે. છેલ્લા ઘણા મહિનાઓથી છોકરીઓ માટે પેમેન્ટ સિસ્ટમ રાખવાનો ટ્રેન્ડ સેટ થયો છે.