8
‘ધ સાબરમતી રિપોર્ટ’ ગુજરાતમાં કરમુક્ત ગોધરા પર બનેલી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ જોવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ પહોંચ્યા હતા. આ ફિલ્મને રાજ્યમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે જેથી કરીને આ ઘટનાની માહિતી લોકો સુધી વધુ સ્પષ્ટ રીતે પહોંચી શકે.
ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ને ટેક્સ ફ્રી કરવામાં આવી હતી
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા સિટીગોલ્ડ સિનેમામાં ફિલ્મ જોવા પહોંચ્યા હતા. જોકે, ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ને પણ ગુજરાતમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે.