દ્વારકા મેગા ડિમોલિશન: દેવભૂમિ દ્વારકામાં સતત બીજા દિવસે તંત્રની દબાણ હટાવ કામગીરી યથાવત રહી છે. વહેલી સવારથી જ અલગ-અલગ ગેરકાયદેસર જગ્યાઓ પરના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ગત રોજ 76 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે. જેમાં 6 કરોડ 53 લાખની કિંમતની 12,400 મીટર જમીન ખુલ્લી પડી છે. રવિવારે પણ 50 થી વધુ દબાણ હટાવ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડીકોમ્પ્રેસન પ્રક્રિયા દરમિયાન મરીન પોલીસની બોટ દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.