3
સુરત : દિવાળી અને ઉનાળાના વેકેશન માટે તેમજ ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્યનો આનંદ માણવા સુરતીઓ ડાંગ, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના ઇકો ટુરિઝમ સ્થળો પર જવાનું પસંદ કરે છે. રજાના દિવસોમાં પણ વન વિભાગની ઇકો ટુરીઝમ સાઇટ પર ભીડ રહે છે. જો કે હવે સુરતના લોકોને પોતાની ઈકો ટુરિઝમ સાઈટ મળશે. હવે લોકોએ વેકેશનમાં શહેરની બહાર જવું નહીં પડે. ડુમ્મસમાં જ વન વિભાગે એક અનોખી અને આકર્ષક જગ્યા બનાવી છે, જે કુદરતી સૌંદર્યની સાથે યુવાનોને ફરવા માટેના સ્થળનો રોમાંચ પણ આપશે.