10
વડોદરા MGVCL : મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા જરૂરી સમારકામની કામગીરીના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં તા.19 થી 23મી સુધી સવારે 7 થી 11 સુધી વીજ પુરવઠો બંધ રહેશે. તેવી જ રીતે જેટકો દ્વારા કે.વી. વિદ્યુતનગર સબ સ્ટેશનમાં જરૂરી સમારકામની કામગીરીના કારણે 17મીએ સવારે 7 થી 11 વાગ્યા સુધી કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. જરૂરી સમારકામની કામગીરી પૂર્ણ થયા બાદ કોઇપણ જાતની સૂચના આપ્યા વિના વીજ પુરવઠો પુન: ચાલુ કરવામાં આવશે.